Monday, 12 March 2018

પરીક્ષા સમયે


પરીક્ષા સમયે ધ્યાન માં રાખવાની બાબતો

  •   પરીક્ષા પૂર્વે


૧. કોઈ એક વિષય નહિ પણ દરેક વિષય ની તેયારી કરવી.
૨. સમય નો સદ ઉપયોગ કરતાં દરેક વિષય ના વાંચન માટે સમયપત્રક બનવી તેને અનુસરવું.
૩. નિયમિત સમયે , નિયમિત જગ્યા આ બેસી અક્ગ્રતાથી દરરોજ ગણતરી ના કલાકો વાંચન કરવું.
૪. વાંચન કર્યા બાદ કરેલા વાંચન નું પુનરાવર્તન કરવું જેથી લાંબો સમય સુધી વાચેલું યાદ રહી શકે.
૫. શરીર ની તંદુરસ્તી જાળવવા યોગ્ય આહાર લેવો અને નિદ્રા નિયમત લેવી.
૬. મન શાંત રાખવા દર થોડા સમયે યોગ્ય માત્ર માં પાણી પીવું.
૭. બને ત્યાં સુધી અભ્યાસ ઊંઘતા ન કરતા  બેસી ને કરવા નો આગ્રહ રાખવો.
૮. મિત્રો અને શિક્ષક સાથે અગત્યના મુદા પર ચર્ચા કરવી
૯. દરેક વિષય માં મહત્વના મુદ્દા યાદ રાખવા પોતાની યાદી બનાવી રાખવી જેથી પુનરાવર્તન સમયે અને પરીક્ષા ના ગણતરી સમયે ઝડપ થી પુનરાવર્તન કરી શકાય.
૧૦. વાંચન સાથે પાછલા વર્ષના પરીક્ષા પ્રશ્નપત્ર ગણતરી ના સમય લખવાનો પ્રયત્ન કરવા.
૧૧. સગા વ્હાલા અને મિત્રો ના વર્તાલાપ થી તણાવ આવવું નહિ. નીડરતા પૂર્વક પરીક્ષાની તેયારી કરવી.





  •  પરીક્ષા દિવસો દરમિયાન..

૧. સવારે વહેલા ઉઠી વાંચન કરવું.
૨. નિયમતસમયે પુરતો આહાર અને નિદ્રા લેવી.
૩. જેતે વિષયો નું વાંચન કરી વધુ માં વધુ સમય પુનરાવર્તન કરવું.
૪. પરીક્ષા માટે જરૂરી એવા સાધન સામગ્રી જેવી કે કંપાસ બોક્ક્ષ , પાટિયું અને ઓળખપત્ર(હોલ ટીકીટ) બેગમાં રાખવા
૫. ખોટી અફવાઓં માં દોરવું નહિ.    (દાખલા તરીકે સમય પૂર્વે પ્રશ્નપત્રકનું વેચાણ )
૬. પરીક્ષાના ૪૫ મિનીટ પહેલા પરીક્ષાખંડ માં પહોચવું.

  •  પરીક્ષાખંડ માં

૧. પરીક્ષા માટે જરૂરી એવા સાધન સામગ્રી જેવી કે કંપાસ બોક્ક્ષ , પાટિયું અને ઓળખપત્ર(હોલ ટીકીટ) ,પાણીની બોટલ લઈ પરીક્ષાખંડમાં દાખલ થવું.
૨. ઉતરવહીમાં બેઠક ક્રમાંક અને વિષય ને લગતી માહિતી કાળજી પૂર્વક પુરવી.
૩. ઉતરવહીમાં પ્રશનોના ઉતર લખતા સમયે ચોકસાઈ અને સ્વચ્છતા જાળવવી.
૪. પ્રશ્નોના ઉતરમાં આકૃતિ આવતી હોય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરી મહત્વના નામ ખાસ નિર્દેશિત કરવા.
૫. પ્રશનોના ઉતર પ્રશ્નોના ગુણ અને સમયને ધ્યાનમાં રાખીને લખવું.
૬. ઉતરવહી ખંડ નિરીક્ષક ને જમા કરતાં પહેલા દરેક પ્રશ્નોના ઉતર ચકાસી લેવા.



No comments:

Post a Comment